Welcome to Rocking Dahod

તા.૦૧/૦૫/૨૦૧૨ '૫૨' માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા દાહોદ જીલ્લાના લોકો દ્વારા આ કાર્યક્રમોનો સંપૂર્ણપણે લાભ ઉઠાવવામાં આવ્યો હતો. તા.૩૦.૦૪.૨૦૧૨ ના રોજ વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તા.૦૧/૦૫/૨૦૧૨ ના રોજની કાર્યક્રમ રૂપરેખા નીચે મુજબ હતી જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
- કડાણાડેમ યોજનાનું લોકાર્પણ
- પાણી પુરવઠા ભવનનું ઉદ્ઘાટન
- એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડમાં કોલ્ડ સ્ટોરેજનું લોકાર્પણ
-ફાર્મસી કોલેજનું લોકાર્પણ
- સ્ટેશનરોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર શ્રી સ્વામી વિવેકાનાન્દજીનાં નવા પૂતળાનું લોકાર્પણ
અને આ ઉપરાંત પણ બીજા અનેક કાર્યક્રમોમાં મુખ્ય મંત્રી શ્રી એ તેમના મંત્રી મંડળ જોડે હાજરી આપી હતી.
તદઉપરાંત સાંજે ૦૬:૦૦ વાગે સ્ટશનરોડ ઉપરથી ગુજરાત પોલીશ ફોર્સ દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની વિવિધ પોલીશ ટુકડીઓ એ ભાગ લીધો હતો અને આ પરેડને માનનીય મુખ્ય મંત્રી દ્વારા સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રીના ૦૭:૩૦ કલાકે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ઉપર 'દિશા ચીંધે દાહોદ' નામક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારે માત્રામાં જનમેદની ઉપસ્થિત હતી. આ પ્રોગ્રામમાં દાહોદ જીલ્લાનું આદિવાસી કલ્ચર, ઐતિહાસિક છાબ તળાવનું નિર્માણ જેવા અનેક નાટકો ભજવવામાં આવ્યા હતા, જેનાથી લોકો મંત્ર મુગ્ધ થયા હતા. માં.મુ.શ્રી દ્વારા દાહોદના વિકાસ માટે રૂપિયા ૯૦૩ કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રીના પ્રોગ્રામમાં મુખ્ય મંત્રી શ્રી એ રૂપિયા ૧ કરોડની જાહેરાત દાહોદ નગર પાલિકાના વિકાસ અર્થે કરી હતી અને જેનો ચેક નગર પાલિકા પ્રમુખ શ્રી ને અર્પણ કરવામાં આવ્યો હતો, આ સાથે ગુજરાત સ્થાપના દિન ની દાહોદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેને જાહેર જનતા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.

Tags: Gujarat Sthapna Diavas, Chief Minister Narendra Modi, Dahod, Torch Rally, Kadana Dam, Water, Cold Storage, Market Yard, Pharmacy College, Swami Vivekanand Statue, Pared by Gujarat Police Force, Disha Chindhe Gujarat.

 
 
 

  Dahod Railway: Train Arrivals/Departures

Last Updated: 21 min 25 sec ago
Arrivals From Status ETA
Departures To Status ETD

  Poll

Who is your favorite 'Kachori Wala' in Dahod?

Shri Krishna Sweets
15% (2 votes)
Surti Sweets
8% (1 vote)
Ratlami Sev Bhandar
8% (1 vote)
Indori Nasta House
15% (2 votes)
Jhori (near Post Office)
0% (0 votes)
Jitu Bhai Ni Kachori
38% (5 votes)
Nandan Sweets
8% (1 vote)
Dhiru Bhai
8% (1 vote)
Total votes: 13
 
 

  From Photo Gallery

  Recent Comments in Discussions

2 months 3 weeks ago
 
4 months 2 weeks ago
 
6 months 2 days ago
 
6 months 2 weeks ago